સુરતમાં પ્રથમ આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, ભારત સામે ટકરાશે આ ટીમ

સુરતમાં પ્રથમ આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, ભારત સામે ટકરાશે આ ટીમ સુરતના આંગણે પ્રથમવાર આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના લાલભાઈ કોન્ટ્રેક્ટર સ્ટેડિમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ યોજાશે. 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન 5 મેચની મહિલા ટી-20 સીરિઝ યોજાશે. આ બધી મેચો ડે-નાઈટ હશે. સિરીઝ માટે ગઇકાલે સુરત ખાતે સાઉથ આફ્રિકાની ટીમ આવી પહોંચી હતી. જે બે દિવસ પ્રેક્ટિસ મેચ પણ રમશે. પ્રથમ વાર સુરત ખાતે આંતરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ રમાશે..જેને લઈ સુરતના ક્રિકેટપ્રેમીઓ આતુર છે.લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે 12 પીચ તૈયાર કરવામાં આવી છે. ટી-20 પહેલા બંને ટીમ 2 અભ્યાસ મેચ પણ રમશે.